પાલીતાણા - તારે તે તીર્થ......

Monday 19 November 20120 comments


તારે તે તીર્થ અને તીર્થનો સંબંધ તીર્થંકર પરમાત્મા સાથે જોડાયેલ હોય છે

પાલીતાણા -  જૈનોનું એક પવિત્ર અને શાશ્વત તીર્થ સ્થાન . આ તીર્થ નો મહિમા અવર્ણીય છે . આ તીર્થ પર અનંતા આત્માઓ મોક્ષે ગયા અને હજુ પણ અનંતા આત્માઓ મોક્ષ પ્રાપ્ત કરશે . તેથી જ તો આ ચોવીશી ના ત્રેવીસ તીર્થંકરો થી આ તીર્થ પાવન થયેલ છે . ઉપરાંત પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુ આ તીર્થ પર પૂર્વ નવાણું  વાર પધારી તીર્થ ને મહિમાવંતુ કર્યું છે . આ તીર્થ નો એક વાર સાક્ષાત્કાર થાય એટલે સમજવું કે આપનો મોક્ષ પાક્કો . કારણકે આ તીર્થના દર્શન ફક્ત ભવ્ય(જેઓ ભવાંતરમાં ક્યારેક પણ મોક્ષ પ્રાપ્ત કરવાના છે) આત્મા ઓને  જ પ્રાપ્ત થાય છે .

આ તીર્થ ના મૂળનાયક શ્રી આદીશ્વર દાદા ને ભેટવા માટે 2000 ફુટ ની ઉંચાઈ અને 3500 જેટલા પગથીયા ચઢવા પડે છે . આ તીર્થ પર 9 ટુંક આવેલી છે . નવ ટુંક માં નરશી કેશવજી ની ટુંક(વિક્રમ સં 1921, મુળનાયક - શાંતિનાથ પ્રભુ), ચૌમુખજીની ટુંક(વિક્રમ સં 1675, મુળનાયક - આદિનાથ પ્રભુ ), છીપવસહીની ટુંક(વિક્રમ સં 1791, મુળનાયક - આદિનાથ પ્રભુ ), સાકારવસહીની ટુંક(વિક્રમ સં 1893, મુળનાયક - ચિંતામણી પાર્શ્વનાથપ્રભુ ),નંદીશ્વર ની ટુંક(ઇ.સ.1893, મુળનાયક - ચંદ્રાનન પ્રભુ),હેમવસહીની ટુંક(ઇ.સ.1886,મુળનાયક - આદિનાથ પ્રભુ),પ્રેમવસહીની ટુંક(ઇ.સ.1843, મુળનાયક - આદિનાથ પ્રભુ ),બલાવાસહીની ટુંક(ઇ.સ.1893, મુળનાયક-આદિનાથ પ્રભુ ),મોતીશાહની ટુંક(ઇ.સ.1893, મુળનાયક-આદિનાથ પ્રભુ ) .

આ તીર્થ નો અત્યાર સુધીમાં 16 વખત જીર્ણોદ્ધાર થયેલ છે .
1). સૌ પ્રથમ જીર્ણોદ્ધાર ભગવાન આદિનાથ ના પુત્ર ચક્રવર્તી ભરત મહારાજાએ કરાવ્યો હતો.
2). બીજો જીર્ણોદ્ધાર રાજા દંદાવીર્યએ કરાવ્યો હતો.
3). ત્રીજો જીર્ણોદ્ધાર પ્રથમ અને બીજા તીર્થંકર ની વચ્ચે ના સમયમાં શ્રી ઈશાનેશ્વર દ્વારા થયો હતો.
4). ચોથો જીર્ણોદ્ધાર ચોથા દેવ લોક ના ઇન્દ્ર (મહેન્દ્ર)  દ્વારા થયો હતો.
5). પાંચમો જીર્ણોદ્ધાર પાંચમાં દેવ લોક ના ઇન્દ્ર(બ્રહ્મેન્દ્ર)  દ્વારા થયો હતો.
6). છઠ્ઠો જીર્ણોદ્ધાર ભવનપતિ દેવ લોક ના ઇન્દ્ર(ચમ્રેન્દ્ર)  દ્વારા થયો હતો.
7). સાતમો જીર્ણોદ્ધાર બીજા તીર્થંકર શ્રી અજીતનાથ પ્રભુના સમયમાં બીજા ચક્રવર્તી શ્રી સાગર ચક્રવર્તી દ્વારા   થયો હતો.
8). આઠમો જીર્ણોદ્ધાર ચોથા તીર્થંકર શ્રી અભિનંદન પ્રભુના સમયમાં શ્રી વ્યન્તારેન્દ્ર દ્વારા   થયો હતો.
9). નવમો જીર્ણોદ્ધાર આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સમયમાં રાજા શ્રી ચન્દ્રયાશા દ્વારા   થયો હતો.
10). દસમો જીર્ણોદ્ધાર સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુના સમયમાં તેમનાં જ પુત્ર શ્રી ચક્રધરે કરાવ્યો હતો.
11). અગિયારમો જીર્ણોદ્ધાર વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત પ્રભુના સમયમાં શ્રી રામચંદ્ર અને લક્ષ્મણજીએ કરાવ્યો હતો.
12). બારમો જીર્ણોદ્ધાર બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં પાંચ પાંડવોએ કરાવ્યો હતો.
13). તેરમો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 108માં મહુવા નિવાસી શેઠ શ્રી જાવેદ શાહ એ કરાવ્યો હતો.
14). ચૌદમો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 1213માં કુમારપાળ મહારાજાના સલાહકાર બાહડ એ કરાવ્યો હતો.
15). પંદરમો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 1371માં સમરશાહ એ કરાવ્યો હતો.
16). સોળમો જીર્ણોદ્ધાર  વિક્રમ સંવત 1587માં વૈશાખ વદ છઠ્ઠ ના રોજ ચિતોડ ના શ્રી કરમશાહે કરાવ્યો હતો..
તે  સિવાય શ્રી રાજા સમ્પ્રતિ, રાજા વિક્રમાદિત્ય,રાજા અમ, ખંભાતના શ્રી તેજપાલ સોની અને  આણંદજી કલાયાણજીની પેઢી દ્વારા અવારનવાર જીર્ણોદ્ધાર થતા રહે છે.

"સિદ્ધાચલ શિખરે દીવો...........આદિશ્વર અલબેલો .........."
"ગિરિવર ના દર્શન વિરલા પાવે ........."
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger