લછવાડ

Tuesday 27 November 20120 comments


તળેટીથી પર્વતમાળા શરૂ થાય છે. એક પછી એક એમ 7 પહાડ ઓળંગ્યા પછી ક્ષત્રિયકુંડ આવે છે. આ મહાવીર ભગવાનનું જન્મ સ્થાન છે. પોતાના જીવનના 30 વર્ષ પ્રભુ મહાવીરે અહીં ગળ્યા હતા. આ ભૂમિનો કણ કણ પવિત્ર ને વંદનીય છે.

તળેટીમાં ચ્યવન અને દીક્ષા કલ્યાણકના પ્રતિક રૂપે બે મંદિર છે. પર્વતમાળા વચ્ચે સમતલ ભૂમિ ઉપર આ સ્થાન હોવાથી અત્યંત રમણીય લાગે છે. અહીં એક નાનકડું પણ બહું સુંદર મંદિર છે. એમાં ભગવાનના ભાઈ શ્રી નંદીવર્ધનને ભરાવેલી મહાવીર ભગવાનની 30" ઉંચી પરીકરયુક્ત અતિ પ્રાચીન મૂર્તિ ખુબ દર્શનીય છે.

અહીં એક સુંદર ફૂલબાગ પણ છે. જેમાં વિવિધ રંગના સુંદર ચિત્તાકર્ષક ગુલાબ થાય છે. આ ફૂલોનો હાર જયારે ભગવાનને ચઢે છે ત્યારની શોભા અવર્ણીય હોય છે. મંદિરમાં ભગવાનની આરતી અને મંગળદીવો એવા મધુર સંગીત સાથે થાય છે કે જીવ ભક્તિરસમાં ઝૂલવા લાગે. અનેક વાજિંત્રો સાથે મધુર સ્વરમાં થતા આવા આરતી - મંગળ દીવો ક્યાય જોયા નથી.

લછવાડ ગામમાં ધર્મશાળા અને નાનું શિખરબંધીદેરાસર  છે. ભોજનશાળા ની પણ વ્યવસ્થા છે. ત્યાંથી તળેટી 3 કી.મી. દૂર છે. તળેટી જવા માટે રીક્ષા અને ટ્રેક્ટર મળે છે. પહાડ ચડતા અને ઉતરતા 1-1 કલાક લાગે છે. ચઢાવ સહેલો છે અને ચઢવા કરતા ચાલવાનું વધારે છે.

આ ગામની નજીકમાં પ્રભુની વિહાર વખતના ગામો જેવાકે, કુમારગ્રામ, માહણકુંડ ગ્રામ, બ્રાહ્મણકુંડ ગ્રામ તથા મોરાકના પ્રાચીન ખંડેરો આવેલા છે. 
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger