શ્રાવક જીવનના કર્તવ્ય

Friday 30 November 20120 comments



શ્રાવક ના છ કર્તવ્ય.........

(1) દેવપૂજા (2) ગુરૂ વૈયાવચ્ચ (3) સ્વાધ્યાય (4) સંયમ (5) તપ અને (6) દાન.

શ્રાવક જીવન માં કરવા યોગ્ય કર્તવ્ય.....

(1) એક વાર સંઘ પૂજન કરવું.
(2) એક વાર શ્રી સિદ્ધચક્ર પૂજન,શાંતિ સ્નાત્ર,ભક્તામરપૂજન વગેરે મહાપૂજન કરાવવા.
(3) એક વાર નવ્વાણું યાત્રા, ઉપધાન તપ કરવા અને કરાવવા.
(4) નાના મોટા તપ નું ઉજમણું કરવું.
(5) શત્રુંજયગિરિ પર આદિશ્વર દાદા ને હાર ચઢાવવો,આંગી કરાવવાનો લાભ લેવો.
(6) પાલીતાણા માં ચાતુર્માસ ની આરાધના કરવી તેમજ કરાવવી.
(7) ગિરિરાજ અને કલ્પસૂત્ર ની સોના ચાંદીના ફૂલથી પૂજા કરવી.
(8) નૂતન વર્ષ ના પ્રારંભે પ્રભુ ના હાથમાં પૈસા,ચાંદી અથવા સુવર્ણ નું શ્રીફળ ચઢાવવું.
(9) આપણા ઘરમાં કોઈ આચાર્ય ભગવંત કે કોઈપણ મ.સા. પધારે તો સોના અથવા ચાંદી ના સિક્કા થી પૂજન કરવું.
(10) નવી જિનપ્રતિમા ભરાવવી,તેની પ્રતિષ્ઠા કરાવવી તથા ચક્ષુ, મુકુટ,હાર અને તિલક આદિ કરાવવા.
(11) તીર્થ સ્થાન માં આયંબીલ આદિની તિથી ભરાવવી.
(12) નવલાખ નવકાર મંત્ર નો જાપ કરવો.
(13) કલ્પસૂત્ર અથવા વીર પ્રભુનું પારણું એક વખત પોતાના ઘરમાં પધરાવવું.
(14) દિવાળીના દિવસે લાખ બુંદીનો લાડુ તથા લાખ ચોખાનો સાથિયો કરાવવો.
(15) સ્વામી વાત્સલ્ય, ચંદરવો ભરાવવો,તથા ૧૦૮ જવ નો સાથિયો કરાવવો.
(16) પ્રભુની પ્રતિમા ઉપર ત્રણ છત્ર કરાવવા,ગુપ્ત ભંડાર કરાવવો.
(17) દાદાના દરબાર માં સોનું ચઢાવવું.
(18) સંવત્સરી થી શરૂ કરીને બીજી સંવત્સરી સુધી દરરોજ દહેરાસર થી ઘરે જતાં ગરીબો વિગેરે ને દાન આપવું, જેને સંવત્સરી દાન કહેવાય છે.

શ્રાવક ના છત્રીશ કર્તવ્ય........

(1) તીર્થંકર પરમાત્મા ની આજ્ઞા ને માનવી.
(2) મિથ્યાત્વ નો ત્યાગ કરવો.
(3) સમ્યક્ત્વ ને ધારણ કરવું.
(4) to(9)સામાયિક,ચૌવિસત્થો,વંદન,પ્રતિક્રમણ,કાઉસગ્ગ,પચ્ચક્ખાણ આદિ છ આવશ્યક ક્રિયામાં ઉદ્યમશીલ રહેવું.
(10) આઠમ,ચૌદશ વિગેરે પર્વ તિથિઓમાં પૌષધ કરવો.
(11) સુપાત્ર માં દાન આપવું.
(12) બ્રહ્મચર્ય નું પાલન કરવું, સદાચાર રાખવો.
(13) બાહ્ય તથા અભ્યંતર તપ કરવો.
(14) મૈત્રી ભાવના વિગેરે શુદ્ધ ભાવ રાખવો.
(15) પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો.
(16) નમસ્કાર મંત્ર નું સ્મરણ કરવું.
(17) પરોપકાર કરવો.
(18) જયણાધર્મ નું પાલન કરવું.
(19) જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરવી.
(20) જિનેશ્વર પરમાત્માની પૂજા કરવી.
(21) ગુરૂની સ્તુતિ કરવી.
(22) સાધર્મિક ભક્તિ કરવી.
(23) વ્યવહાર શુદ્ધ રાખવો.
(24) રથ યાત્રા કાઢવી.
(25) તીર્થ યાત્રા કરવી.
(26) ક્ષમા - ઉપશમ ભાવ રાખવો.
(27) સત્યાસત્ય ની પરીક્ષા કરીને વિવેક નું પાલન કરવું.
(28) સંવર ની કમાણી કરવી.
(29) ભાષા સમિતિ નું પાલન કરવું તથા વચન ગુપ્તી નો ઉપયોગ રાખવો.
(30) છકાય જીવો પ્રતિ કરુણા ભાવ રાખવો.
(31) ધાર્મિક મનુષ્યો નો સંગ કરવો.
(32) ઇન્દ્રિયો નું દમન કરવું.
(33) ચરિત્ર ગ્રહણ કરવાની ભાવના રાખવી હંમેશાં સંયમ નું લક્ષ્ય રાખવું.
(34) સંઘ ની ઉપર બહુમાન રાખવું.
(35) ધાર્મિક પુસ્તક લખાવવું.
(36) તીર્થની પ્રભાવના કરવી.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger