કોને વૈરાગ્ય કેવીરીતે પ્રાપ્ત થયું?

Friday 30 November 20120 comments

(1) ગૌતમ બુદ્ધ - કરમાયેલું પુષ્પ, ઘરડો માણસ અને મૃતદેહને જોઇને.
(2) દશરથ રાજા - કંચુકીની અતિ વૃદ્ધાવસ્થા જોઇને.
(3) નંદિષેણ- વેશ્યાના વ્યંગયુક્ત" દશમાતમે"વચન સાંભળીને.
(4) દશાર્ણભદ્ર - ઈન્દ્ર ધ્વારા થયેલા સામૈયાની ઋદ્ધિ જોઇને.
(5) હનુમાનજી -સંધ્યાના વાદળ જોઇને.
(6) અષાઢાચાર્ય-મદિરાપાન કરેલી પત્નીઓને જોઇને.
(7) ધનાજી - સ્નાનાગારમાં પત્નીનું મેણું સાંભળીને.
(8) શાલીભદ્ર - મહારાજા શ્રેણિકને જોઇને " શુ મારા માથે પણ સ્વામી ?
(9) સ્થૂલિભદ્રજી - અધિકારના જોખમથી પિતાજીના મૃત્યુને સાંભળીને.
(10) પ્રસન્નચંદ્ર - માથામાં સફેદ વાળ જોઇને.
(11) સિદ્ધર્ષિગણિ - " જ્યાં ધ્વાર ખુલ્લા હોય ત્યાં જાવ" માતાના આવા વચન સાંભળી.
(12) બાહુબલી - મોટાભાઈ ને મારી નાખવાને માટે ઉગામેલી મુઠ્ઠી ખાલી ન જાય-એમ માનતા.
(13) નમિ રાજર્ષિ - એક કંકણનો અવાજ ક્યારેય ન હોય જાણીને.
(14) અભય કુમાર - પિતાના મુખથી "ચાલી જા શબ્દ" સાંભળી ને.
(15) મૃગપુત્ર - સાધુને જોઇને.
(16) આર્યરક્ષિત - રાજવૈભવ યુક્ત સામૈયામાં માતાની હાજરી ન દેખતાં.
(17) કરકંડુ - વૃદ્ધ બળદને જોઇને.
(18) દુમુખ રાજા - ઇન્દ્ર સ્તંભને જોઇને.
(19) નગ્ગાઈ - પત્ર -પુષ્પ રહિત વ્રુક્ષ જોઇને.
(20) સનતકુમાર ચક્રી - "આપણું શરીર રોગોનું ઘર છે" એવી દેવધ્વારા પ્રતીતિ થવાથી.
(21) અનાથી મુની - શરીર દાહજવરથી વ્યાપ્ત થતાં સંસારની અનાથતા સમજીને.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger