સુશ્રાવક

Friday 30 November 20120 comments


♣ ભાવ શ્રાવક ના છ લક્ષણો:-

(1) કૃતકર્મા :- સદગુરુ ની પાસે ધર્મ સાંભળી, સમજીને પછી વ્રત વિગેરે સ્વીકાર કરી ને તેનું પાલન કરે.

(2) શીલવાન :- કાર્ય વિના કોઈના ત્યાં જાય નહિ,દેશાચાર-કુળાચાર પ્રમાણે વેશ રાખે,વિકાર યુક્ત વચન ન બોલે અને કોઈપણ કાર્ય ધીરજ થી કરે.

(3) ગુણવાન :- સ્વાધ્યાય,ધર્મક્રિયા તથા વિનય માં સદા ઉદ્યમવંત રહે.

(4) ઋજુ વ્યવહારી :- ધર્મના સંબંધમાં તથા વ્યવહારના સંબંધમાં વૈરવિરોધ ન જાગે તેવું વર્તન કરે,બીજાને છેતરવાની બુદ્ધિ ન રાખે.સદભાવ પૂર્વક મિત્રતા રાખે.

(5) ગુરૂ શુશ્રુષા :- ગુરૂ ની તન મન અને ધન થી સેવા કરે.

(6) પ્રવચન કુશળતા :- સૂત્ર,અર્થ,ઉત્સર્ગ,અપવાદ,ધર્માનુંષ્ઠાન અને વ્યવહાર માં જે કુશળ હોય તે ભાવ શ્રાવક ગણાય છે.

♣ શ્રાવક ના એકવીશ ગુણ

(1) અશુદ્ર
(2) રૂપવાન
(3) શાંત
(4) લોકપ્રિય
(5) અંકુર
(6) પાપભીરૂ
(7) અશઠ
(8) દાક્ષિણ્ય
(9) લજ્જાળુ
(10) દયાળુ
(11) મધ્યસ્થ
(12) ગુણાનુરાગી
(13) સત્કથાખ્ય
(14) સુપક્ષ યુક્ત
(15) દીર્ધદર્શી
(16) વિશેષજ્ઞ
(17) વૃદ્ધા નું માર્ગી
(18) વિનયી
(19) કૃતજ્ઞ
(20) પરહિતાર્થકારી
(21) લબ્ધલક્ષ્ય

♣ શ્રાવક ના બાર વ્રત:-

(1) સ્થૂલ પ્રાણાતિપાદ વિરમણ વ્રત
(2) સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત
(3) સ્થૂલ અદાત્તાદાન વિરમણ વ્રત
(4) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત
(5) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત
(6) દિગ પરિમાણ વિરમણ વ્રત
(7) ભોગોપભોગ વિરમણ વ્રત
(8) અનર્થ દંડ વિરમણ વ્રત
(9) સામાયિક વ્રત
(10) દેશાવગાસિક વ્રત
(11) પૌષધોપવાસ વ્રત
(12) અતિથી સંવિભાગ.

શ્રાવક ની ૧૧ (અગિયાર) પ્રતીમા :-


(1) દર્શન પ્રતીમા
(2) વ્રત પ્રતીમા
(3) સામાયિક પ્રતીમા
(4) પૌષધ પ્રતીમા
(5) કાર્યોત્સર્ગ પ્રતીમા.
(6) મૈથુન ત્યાગ પ્રતીમા
(7) સચિત ત્યાગ પ્રતીમા
(8) સ્વયં આરંભ કરવાની પ્રતીમા.
(9) બીજાની પાસે આરંભ કરાવવાની પ્રતીમા
(10) ઉદેશથી કરેલા ભોજન ત્યાગ પ્રતીમા.
(11) સાધુ ની જેમ લોચ કરવો અથવા મુંડન કરાવી સાધુવેશ ધારણ કરી પરિમિત ઘરથી જ આહાર લાવવાની પ્રતિક્રિયા.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger