શ્રી તીર્થંકર પરમાત્માની વાણીના પાંત્રીશ ગુણ

Thursday 29 November 20120 comments



૧. પરમાત્માની વાણી વ્યાકરણના નિયમો થી યુક્ત હોય છે.

૨. તે ઉચ્ચ સ્વર વાળી હોય છે.

૩. તે અગ્રામ્ય હોય છે.

૪. તે મેઘના સમાન ગંભીર શબ્દો વાળી હોય છે.

૫. તે પડઘા પાડવા વાળી હોય છે.

૬. તે સુંદર,સોહામણી અને સાંભળીવી ગમે તેવી હોય છે.

૭. તે માલકોષ રાગ વાળી હોય છે.

૮. તે મહાન અર્થ વાળી હોય છે.

૯. તે પૂર્વાપર વાક્ય અને અર્થના વિરોધ રહિત હોય છે.

૧૦. તે ઈચ્છિત સિદ્ધાંતોના અર્થ ને કહેવાવાળી અને વક્તાની શિષ્ટતા નું સુચન કરવા વાળી હોય છે.

૧૧. તે કોઈપણ પ્રકારની શંકા રહિત હોય છે.

૧૨. તે અન્ય ના દોષો થી રહિત હોય છે.

૧૩. તે બધાના અંતઃકરણ ને પ્રસન્ન કરવાવાળી હોય છે.

૧૪. તે પદો અને વાક્યો થી પરસ્પર સપેક્ષતા વાળી હોય છે.

૧૫. તે કાળ ને અનુસરનારી હોય છે,અર્થાંત દેશ કાળ ને યોગ્ય હોય છે.

૧૬. તે વસ્તુના સ્વરૂપ ને અનુસરણ કરવા વાળી હોય છે.

૧૭. તે વિષયને બંધ બેસતી સુસંબદ્ધ અને વિષયાંતર રહિત હોય છે.

૧૮. તે સ્વપ્રસંશા અને બીજાની નિંદા રહિત હોય છે.

૧૯. તે અંગીકાર કરેલા વિષયની ભૂમિકા અનુસાર હોય છે.

૨૦. તે ઘીના સમાન સ્નિગ્ધ,ચીકાશ વાળી અને ગોળના સમાન મીઠી, મધુર હોય છે.

૨૧. તે વખાણવા લાયક હોય છે.

૨૨. તે બીજાની ગુપ્ત વાતોને પ્રગટ નહિ કરવાના સ્વભાવ વાળી હોય છે.

૨૩. પદાર્થના કહેવા યોગ્ય અર્થની ઉદારતા વાળી હોય છે.

૨૪. તે ધર્મ અને અર્થ થી યુક્ત હોય છે.

૨૫. તે કારક,કાળ,વચન,લિંગ વિગેરેના વિપર્યાસ રહિત હોય છે.

૨૬. તે વિભ્રમ, વિક્ષેપ,વિગેરે મનના દોષ રહિત હોય છે.

૨૭. શ્રોતાઓના ચિત્તને અવિચ્છિન્ન,આશ્ચર્ય ઉત્પન્ન કરવા વાળી હોય છે.

૨૮. તે અદ્દભુત હોય છે.

૨૯. તે અત્યંય વિલંબ વિના બોલાય છે.

૩૦. પદાર્થને અલગ અલગ રીતે નિરૂપણ કરવા વાળી હોય છે.

૩૧. અન્ય વચનોની અપેક્ષાએ વિશેષતા સ્થાપિત કરવા વાળી હોય છે.

૩૨. તે સત્વ પ્રધાન હોય છે.

૩૩. તે વર્ણ,પદ અને વાક્ય ના વિવેકવાળી હોય છે.

૩૪. તે કહેવા યોગ્ય વિષયને સારી રીતે સિદ્ધ કરવા વાળી હોય છે.

૩૫. તે વિના પ્રયાસે અનાયાસ ઉત્પન્ન થનારી છે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger