તારંગા

Thursday 22 November 20120 comments


સાત ગુંબજ ધરાવતા આ મંદિરમાં ભગવાન અજિતનાથની ૨.૭૫ મીટર એટલે કે નવ ફૂટની શ્વેતવર્ણની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. મંદિરની જમણી બાજુ ભગવાન આદિનાથની મૂર્તિ તથા ડાબી બાજુ ગૌમુખજી અને ખુલ્લું વ્યાખાન કક્ષ આવેલા છે. આ ઉપરાંત વસ્તુપાળે તારંગાના અજિતનાથ ચૈત્યમાં આદિનાથ અને નેમિનાથનાં બિંબ (ઇ.સ.૧૨૨૮) સ્થાપ્યાનો પણ શિલાલેખ મળ્યો છે. ત્યાર બાદ ઇ.સ ૧૫૮૬માં તારંગાના મોટા મંદિરની બાજુમાં કોતરાયેલા શિલાલેખમાં મંદિરના જીર્ણોદ્ધારનો પણ ઉલ્લેખ કરાયો છે.

મહેસાણા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ તારંગા લાખો જૈન સંપ્રદાયના લોકોની આસ્થાનું કેન્દ્ર હોવા ઉપરાંત પિકનિક સ્થળ તરીકે પણ વિખ્યાત છે. કુદરતી મનોરમ્ય અને પહાડી વિસ્તારમાં આવેલ આ સ્થળે શ્વેતામ્બર અને દિગંબર પંથના આરાઘ્યદેવ અજિતનાથ અને આદિશ્વરની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવેલી છે.

જેમાં શ્વેતામ્બરના ભગવાન અજિતનાથના મંદિરનું નિર્માણ સોલંકી કાળમાં રાજા કુમારપાળ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરનો ઇતિહાસ જોઇએ તો ગુજરાતના રાજા મહારાજ કુમારપાળે પોતાના કારણે મૃત્યુ પામેલા ઉંદર ના પ્રાયશ્ચિત રૂપે ગુરુ હેમચંદ્રના ઉપદેશથી તારંગાના પર્વત પર ભગવાન અજિતનાથના મંદિરનું નિર્માણ વિક્રમ સંવત ૧૨૧૧માં કરાવ્યું હતું.

૨૩૦ ફૂટ (૭૦) વર્ગ મીટરમાં પથરાયેલું આ મંદિર ૫૦ ફૂટ લાંબું, ૧૦૦ ફૂટ પહોળું અને ૧૪૨ ફૂટ ઊંચાઇ અને સાત ગુંબજ ધરાવતા આ મંદિરમાં ભગવાન અજિતનાથની ૨.૭૫ મીટર એટલે કે નવ ફૂટની શ્વેતવર્ણની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. મંદિરની જમણી બાજુ ભગવાન આદિનાથની મૂર્તિ તથા ડાબી બાજુ ગૌમુખજી અને ખુલ્લું વ્યાખાન કક્ષ આવેલા છે.

આ ઉપરાંત વસ્તુપાળે તારંગાના અજિતનાથ ચૈત્યમાં આદિનાથ અને નેમિનાથનાં બિંબ (ઇ.સ.૧૨૨૮) સ્થાપ્યાનો પણ શિલાલેખ મળ્યો છે. ત્યાર બાદ ઇ.સ.૧૫૮૬માં તારંગાના મોટા મંદિરની બાજુમાં કોતરાયેલા શિલાલેખમાં મંદિરના જીર્ણોદ્ધારનો પણ ઉલ્લેખ કરાયો છે.

મંદિર ત્રણ માળનું અને ભુલભુલામણીવાળું છે. આ તીર્થનું રક્ષણ કરવા પર્વતની ચારેબાજુ બે મીટરની જાડી દીવાલનો કોટ બનાવેલો હતો જોકે અત્યારે તે પડી ગયેલો છે. આમ આ કિલ્લાને તારણગઢ કહેવાય છે. તારણગઢના દરવાજાની અંદર જમણીબાજુ ગણપતિદાદાની મૂર્તિ આવેલી છે.

યાત્રિકોને રહેવા માટે મંદિરની બાજુમાં અત્યારે આધુનિક સુવિધાયુક્ત ધર્મશાળા, ઉપાશ્રય અને ભોજનશાળા પણ બનાવવામાં આવી છે. મંદિરનો ગર્ભગાર ૧૨ મીટર લાંબો, સાત મીટર પહોળો છે. ગર્ભાગારના ૧૦ અષ્ટકોણ આકારના થાંભલાઓ ઉપર મુખ્ય ઘુમ્મટ આવેલો છે.

દોઢ લાખ ભાવિકો અને સહેલાણીઓ આ સ્થળની દર વર્ષે મુલાકાત લે છે. આ મંદિર અજિતપ્રસાદ કે અજિતનાથ વિહાર તરીકે પણ ઓળખાય છે. અહીં દિગંબર પંથના પણ પાંચ મંદિર આવેલાં છે. તારંગાજી તીર્થધામ એક સિદ્ધભૂમિ કહેવાય છે. એવું કહેવાય છે કે ૩૫ લાખ વરુદત્ત અને સાગરદત્ત સહિત મુનિઓ આ જગ્યાએથી નિર્વાણ પામ્યા હતા.

બે કોટીશિલા અને એક સિદ્ધનાથ શિલા નામની ટેકરીઓ પર ભગવાન નેમિનાથ અને ૧૨૯૨ના વિક્રમ માલીનાથની મૂર્તિઓ આવેલી છે. તળેટીમાં પણ ૧૪ જેટલાં દિગંબર જૈન મંદિર આવેલાં છે. આ ઉપરાંત તારંગાની પર્વતમાળામાં આવેલા કુંડ પાસે હનુમાનજીની મૂર્તિ પણ આવેલી છે.

તારંગા રોડમાર્ગે સમગ્ર ગુજરાત સાથે જોડાયેલું છે. તારંગા મંદિરની શિલ્પકળા અદભૂત અને બેનમૂન છે. તારંગાથી ૧૦ કિ.મી.ના અંતરે ધરોઇ બંધ આવેલો છે. તારંગા જવા માટે અમદાવાદ, મહેસાણા, વડનગર તથા ખેરાલુથી રોડ માર્ગે મંદિર સુધી તથા રેલવે માર્ગે તારંગા તળેટી સ્ટેશન સુધી જઇ શકાય છે.

Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger