માર્ગાનુસારી ના ૩૫ ગુણ

Friday 30 November 20120 comments


(1) ન્યાય સંપન્ન વિભવ - ન્યાયથી ધન પ્રાપ્ત કરવું.
(2) શિષ્ટાચાર ની પ્રશંસા - સારા સજ્જન પુરુષોના ગુણોની પ્રશંસા કરવી.
(3) સમાન કુલાદિ વિવાહ - સરખા કુલાચાર વાળાની સાથે વિવાહ કરવો.
(4) પાપ ભીરૂતા - પાપ નો ભય રાખવો.
(5) દેશાચાર પાલન - દેશના પ્રસિદ્ધ આચારોનું પાલન કરવું.
(6) અનપવાદિત્વ - કોઈની નિંદા કરવી નહિ.
(7) ગૃહવ્યવસ્થા - સારા પાડોશવાળા સ્થાનમાં રહેવું.
(8) સદાચારી નો સંગ - સારા આચાર વિચારવાળા સાથે મિત્રતા રાખવી.
(9) માતા પિતા સેવી - માતાપિતા ની વડીલ જનોની સેવા કરવી.
(10) ઉપદ્રવી સ્થાન નો ત્યાગ - ઉપદ્રવ વાળા સ્થાન નો ત્યાગ કરવો.
(11) નિંદિત કાર્ય ત્યાગ - નિંદનીય કાર્ય કરવું નહિ.
(12) ઉચિત વ્યય - આજીવિકા પ્રમાણે ખર્ચ કરવો.
(13) ઉચિત વેશ - ધન ના અનુસાર વેશભૂષા રાખવી.
(14) અષ્ટ બુદ્ધિ ગુણ પ્રાપ્તિ - બુદ્ધિ ના આઠ ગુણ પ્રાપ્ત કરવા.
(15) ધર્મ શ્રવણ - ધર્મ નિરંતર સાંભળવો.
(16) અજીર્ણ ભજન ત્યાગ - અજીર્ણ થતાં ભોજન ત્યાગ કરવું.
(17) કાળે સમયનુસાર ભોજન - પ્રકૃતિ ના અનુસાર ભોજન કરવું.
(18) સદા ચરણ સંગ - ધર્મ,અર્થ અને કામનો પરસ્પર સંઘર્ષ ન થાય તેરીતે મનુષ્યના જીવનમાં આચરણ કરવું જોઈએ.
(19) અતિથી-ભક્તિ - સાધુ, અતિથી અને દુખિયાની સેવા કરવી.
(20) અદુરાગ્રહી - કદાગ્રહ કરવો નહિ.
(21) ગુણ ના પક્ષપાતી - ગુણવાનો ના પક્ષપાતી બનવું.
(22) અકાળે ચર્યા ત્યાગ - અયોગ્ય દેશકાળ માં ફરવું નહિ.
(23) બળાબળ વિચારણા - પોતાની શક્તિનો વિચાર કરીને કાર્ય કરવું.
(24) વ્રત-જ્ઞાનાદિ વૃદ્ધસેવા - વ્રતધારી જ્ઞાની પુરુષોની સેવા કરવી.
(25) નોકરાદિ ભરણપોષણ - નોકર વિગેરે પોતાના આશ્રિતોનું પોષણ કરવું.
(26) દીર્ધ દ્રષ્ટિ - કોઈપણ કાર્યનો પ્રારંભ કરતાં પહેલા પરિણામ નો વિચાર કરવો.
(27) વિશેષજ્ઞ - સારા-ખોટા ની જાણકારી હોવી.
(28) કૃતજ્ઞ - કષ્ટ નાં સમય માં કોઈએ પણ સહાય કરી હોય,તેનો ઉપકાર નહિ ભૂલવો.
(29) લોકવલ્લભ - લોકપ્રિય બનવું.
(30) લજ્જાળુ - લજ્જા વાળા બનવું.
(31) દયા - જીવ માત્રનાં પ્રતિ,દિનદુખીઓ નાં પ્રતિ કરુણાવાળા બનવું.
(32) સૌમ્ય - શાંત સ્વભાવવાળા બનવું.
(33) ષડવર્ગ ત્યાગ - કામ,ક્રોધ,લોભ,માન,મદ અને હર્ષ-આ છ આંતર શત્રુઓનો ત્યાગ કરવો.
(34) પરોપકારી - પરોપકાર કરવા માં તત્પર રહેવું.
(35) ઇન્દ્રિયજય - ઇન્દ્રિયો ને વશમાં રાખવી.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger