અલ્હાબાદ

Friday 28 December 20120 comments


આ શહેરના પ્રાચીન નામો પુરીમતાલ તથા પ્રયાગ છે. પવિત્ર ગંગા, યમુના, અને સરસ્વતી નદીઓનો ત્રિવેણી સંગમ આ સ્થાને થાય છે.

પ્રથમ જિનેશ્વર શ્રી આદિનાથ પ્રભુનું કેવળજ્ઞાન કલ્યાણક અહી થયું હતું. અહી ત્રિવેણી સંગમના તટે, શકટ મુખ ઉદ્યાનમાં વડના ઝાડ નીચે ધ્યાનમગ્ન અવસ્થામાં શ્રી આદિનાથ પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. આ સ્થાન હાલમાં અલ્હાબાદ રેલ્વે સ્ટેશનથી 3.5 કિ.મી. દૂર છે.

પ્રભુની પ્રથમ દેશના, સમવસરણ, તથા ગણધરોની સ્થાપના તથા શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના આ નગરમાં થઇ હતી.પ્રભુના પ્રથમ ગણધર ઋષભસેન જેઓનું બીજું નામ શ્રી પુંડરિક સ્વામી છે, તેઓએ અહી ચરિત્ર અંગીકાર કર્યું હતું. શ્રી આદિશ્વર પ્રભુનું અહીં જિનાલય આવેલું છે. તેમાં 60 સે.મી. ઊંચી શ્વેતવર્ણની પદ્માસનસ્થ પ્રતિમા છે. કિલ્લામાં એક સ્તંભ શ્રી સમ્પ્રતિ રાજાએ બનાવેલો છે. જેના ઉપર શિલાલેખ કોતરેલો છે.

પ્રભુ મહાવીર પણ અહી પધાર્યા હતા અને તેઓ શકટમુખ ઉદ્યાનમાં ધ્યાનસ્થ રહ્યા હતા.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger