આ દરેક પ્રકારે આઠ છે

Monday 3 December 20120 comments

♣ આઠ મદ :-

(1) જાતિમદ-હરિકેશ મુનિએ પૂર્વભવ માં કર્યો.
(2) કુલમદ - મરીચી (મહાવીર પ્રભુનો આત્મા) એ કર્યો.
(3) બળમદ - શ્રેણિકરાજાએ .
(4) રૂપમદ - સનત ચક્રવર્તીએ.
(5) તપમદ - કુરગુડું મુનિના સાથી મુનિઓએ .
(6) ઋદ્ધિ મદ- દશાર્ણ ભદ્રે .
(7) વિદ્યામદ- સ્થૂલીભદ્ર મુનિએ
(8) લાભમદ- સુભુમ ચક્રવર્તીએ.

♣ આઠકર્મ :-

(1) જ્ઞાનાવરણીય- સૂર્ય ને ઢાંકવા વાદળ સમાન છે. 
(2) દર્શનાવરણીય- રાજા પાસે જતાં ધ્વારપાળ સમાન તથા આંખ આગળ પરદા સમાન છે.
(3) વેદનીય- મધથી ખરડાયેલી તલવાર સમાન છે, તે ચાટે તો ગળી લાગે પણ જીભ કપાય.
(4) મોહનીય- દારૂ ના નશા સમાન છે.
(5) આયુષ્ય કર્મ- તે રાજાની બેડી સમાન છે.વખત પૂરો થયા વગર છૂટે નહિ.
(6) નામકર્મ- જેમ ચિત્રકાર (ચિતારો) વિવિધ પ્રકારના રૂપ બનાવે.
(7) ગોત્રકર્મ- કુંભારનું ચક્ર જેમ પીંડ ને ફેરવે તેમ જીવને સંસાર માં ફેરવે છે.
(8) અંતરાય કર્મ- સર્વ શક્તિરૂપ ભંડાર ને રાખે, જેમ રાજાનો ભંડારી ભંડાર સાચવે તેમ.

♣ આઠ પ્રભાવક :-

(1) પ્રવચન પ્રભાવક - શ્રી વજ્ર સ્વામી.
(2) ધર્મકથી પ્રભાવક- શ્રી સર્વજ્ઞસૂરી .
(3) વાદી પ્રભાવક - શ્રી મલ્લવાદી દેવસુરી મહારાજ
(4) નિમિત્ત વેતા - શ્રી ભદ્રબાહુ સ્વામી.
(5) તપસ્વી પ્રભાવક - શ્રી કાષ્ટ મુનિ .
(6) વિદ્યા પ્રભાવક - શ્રી હેમચંદ્રાચાર્ય.
(7) સિદ્ધ પ્રભાવક - શ્રી પ્રદ્લીપ્ત સૂરી
(8) કવિ પ્રભાવક - શ્રી સીધ્ધ્સેન દિવાકર સૂરી મહારાજા.

♣ બુદ્ધિ ના આઠ ગુણ :-

(1) સુશ્રુષા - સતપુરુષ નો ઉપદેશ સંભાળવા ની ઈચ્છા.
(2) ધર્મ શ્રાવણ - આત્મહિત માટે ધર્મ દેશના સાંભળે.
(3) પ્રશ્ન પૂછે - મન ની શંકાઓનું સમાધાન કરે.
(4) વિચારણા - બોધ અનુસાર વ્યવહારનો વિચાર કરે.
(5) ગ્રહણ કરવું - શંકા દુર થયા બાદ ગ્રહણ કરવું.
(6) અપાહાં - વિચારણા પછી એમાં મનને સ્થિર કરવું.
(7) ધારણા - સાંભળી ગ્રહણ કરી, વિચાર કરી ,નક્કી કર્યું હોય તે જીવનભર પકડી રાખે.
(8) વર્તન - ધારેલું કાર્ય કરવું અને કરાવવું.

♣ વાણી ના આઠ ગુણ :-

(1) વાણી - મધુર હોવી જોઈએ.
(2) નિપુણ - જે શબ્દ મુખમાંથી નીકળે તે પૂર્ણ યથાર્થ હોવો જોઈએ.
(3) સ્તોક - એટલે અલ્પ. અર્થાંત ઓછામાં ઓછા શબ્દ યુક્ત વચન બોલવું જોઈએ.
(4) કાર્ય પતિત - જરૂરીયાત પુરતું જ બોલવું.
(5) અગર્વિત - અભિમાન વિના વાણી બોલે.
(6) અતુચ્છ - વચનમાં તુચ્છતા ના હોય.
(7) પૂર્વમતિ સંકલિત - બોલતા પહેલા વિચાર કરીને બોલે.
(8) ધર્મ સંયુક્ત - વાણી ધર્મ યુક્ત હોવી જોઈએ.

♣ આઠ દ્રષ્ટિના નામ :-    (1) મિત્રા (2) બલા (3) સ્થિરા (4) પ્રભા (5) તારા,
                                  (6) દીપ્રા (7) કાન્તા (8) પરા.

♣ આઠ સિદ્ધિના નામ :-  (1) અણિમા (2) લાધિમા (3) પ્રાપ્તિ (4) ઈશિતા,
                                 (5) મહિમા (6) ગરિમા (7) પ્રાકામ્ય (8) વશિતા.

♣ આઠ વર્ગણાં :-  (1) ઔદારિક (2) આહારક (3) ભાષા (4) મન (5) વૈક્રિય,
                          (6) તૈજસ (7) શ્વાસોશ્વાસ (8) કાર્મણ.

♣ સિદ્ધિના આઠ ગુણ :- (1) અનંતજ્ઞાન (2) અનંત દર્શન (3)અનંત ચારિત્ર (4) અનંતવીર્ય,
                               (5) અવ્યાબાધ સુખ (6) અક્ષયસ્થિતિ (7) અરૂપીપણું (8) અગુરુ લઘુ પણું .

♣ અષ્ટમંગલના નામ :-   (1) દર્પણ (2) ભદ્રાસન (3) વર્ધમાન (4) શ્રી વત્સ,
                                   (5) મીન યુગલ (6) કળશ (7) સ્વસ્તિક (8) નંદાવર્ત.

♣ અષ્ટપ્રકારની પૂજા :-   (1) જળપૂજા (2) ચંદન પૂજા (3) પુષ્પપૂજા (4) ધૂપપૂજા,
                                   (5) દીપકપૂજા (6) અક્ષતપૂજા (7) નૈવેધપૂજા (8) ફળપૂજા.

♣ આઠ પ્રતિહાર્યના નામ :-  (1) અશોક્વ્રુક્ષ (2) સુર પુષ્પ વૃષ્ટિ (3) દિવ્ય ધ્વની (4) ચામર,
                                     (5) સિંહાસન (6) ભામંડળ (7) દેવ દંદુભી (8) છત્રત્રયં

♣ આઠ પ્રવચન માતા :-
              પાંચ સમિતિ - (1) ઈર્ષ્યા સમિતિ (2) ભાષા સમિતિ (3) એષાનાસમિતિ,
                                 (4) આદાન-ભંડ-મત્ત નિક્ષેપના સમિતિ (5) પારિષ્ઠપાણીકા

                ત્રણ ગુપ્તિ - (1) મનગુપ્તિ (2) વચનગુપ્તિ (3) કાયગુપ્તિ.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger