આ દરેક પાંચ પ્રકારે

Wednesday 5 December 20120 comments


♣ પ્રતિક્રમણ:-   (1) રાઈ પ્રતિક્રમણ-રોજ સવારે કરાય (2) દેવસી પ્રતિક્રમણ - રોજ સાંજે કરાય,
(3) પખ્ખી પ્રતિક્રમણ -દર ચૌદસે કરાય (4) ચૌમાંસી પ્રતિક્રમણ -કારતક સુદ ૧૪,ફાગણ સુદ ૧૪
અને અષાઢ સુદ ૧૪ સે કરાય. (5) સંવત્સરી પ્રતિક્રમણ - ભાદરવા-સુદ - ચોથે કરાય.

♣ પાંચ પ્રકારનું દાન:-    (1) અભય દાન (2) સુપાત્ર દાન (3) અનુકંપા દાન (4) ઉર્ચિત દાન (5) કીર્તિ દાન.

♣ પાંચ પ્રકારના મિથ્યાત્વ:-  (1) આભિગ્રાહિક (2) અનાભિગ્રાહિક (3) આભિનિવેશિક (4) સાંશયિક (5) અનાભોગિક.

♣ પાંચ પ્રકારના શરીર:-        (1) ઔદારિક (2) વૈક્રિય (3) આહારક (4) તૈજસ (5) કાર્મણ.

♣ પાંચ પ્રકાર ના પાત્ર:-        (1) રત્ન ના પાત્રસમાન-તીર્થંકરદેવ (2) સુવર્ણ ના પાત્ર સમાન- સાધુભગવંત,(3) ચાંદીના પાત્ર સમાન-વ્રત ધારી શ્રાવક (4) તાંબા ના પાત્ર સમાન -સમકિત દ્રષ્ટિશ્રાવક (5) લોઢાનાપાત્ર સમાન-અન્ય વ્યક્તિ.

♣ પાંચ પ્રકારના જ્ઞાન :-        (1) મતિજ્ઞાન (2) શ્રુતજ્ઞાન (3) અવધિજ્ઞાન (4) મન:પર્યવજ્ઞાન (5) કેવળજ્ઞાન.

♣ પાંચ મહાવ્રત :-                (1) સર્વથા પ્રાણાતિપાત વિરમણ (2) સર્વથા મૃષાવાદ વિરમણ (3) સર્વથા અદત્તાદાન વિરમણ, (4) સર્વથા મૈથુન વિરમણ (5) સર્વથા પરિગ્રહવિરમણ.

♣ પાંચ પ્રકારની ક્ષમા :-          (1) ઉપકાર (2) અપકાર (3) વિપાક (4) વચન (5) ધર્મક્ષમા.

♣ પાંચ પ્રકારનો સ્વાધ્યાય:-   (1) વાચના (2) પૃચ્છના (3) પરાવર્તના (4) અનુપ્રેક્ષા (5) ધર્મકથા.

♣ પાંચ પ્રકારના આચાર :-    (1) જ્ઞાનાચાર (2) દર્શનાચાર (3) તાપાચાર (4) ચરીત્રાચાર (5) વિર્યાચાર.

♣ પાંચ મેરૂ પર્વત :-            (1) સુદર્શન (2) વિજય (3) અચલ મેરૂ (4) મંદર (5) વિદ્યુતમાલી.

♣ પાંચ પ્રકારની ઇન્દ્રિય:-     (1) સ્પર્શેન્દ્રિય -ચામડી(2) રસન્દ્રિય-જીભ (3) ધારન્દ્રિય-નાક, (4) ચક્ષુરિન્દ્રિય- આંખ (5) શ્રોતેન્દ્રિય- કાન

♣ પાંચ પ્રકારે દાન ના ભૂષણ:- (1) આનંદના આંસુ આવે(2) રોમાંચિત થાય (3)બહુમાન ઉત્પન્ન થાય (4) પ્રિયવચન બોલે, (5) સુપાત્ર ની અનુમોદના કરે.

♣ પાંચ પ્રકારે દાન ના દુષણ:- (1) દાન લેવાવાળા નો અનાદર કરે (2) દાન દેવામાં વિલંબ કરે(3) વિમુખતા કરે (4) અપ્રિય વચન બોલે (5) દાન દીધા પછી પાશ્ચતાપ કરે.

♣ પાંચ પ્રકાર ના વંદન:-        (1) વંદન કર્મ (2) ચિતિકર્મ (3) કૃતિકર્મ (4) વિનયકર્મ (5)પૂજાકર્મ.

♣ પાંચ પ્રકારના વ્યવહાર:-     (1) આગમ (2) સૂત્ર (3) આજ્ઞા (4) ધારણા (5) જીત .

♣ પાંચ પ્રસ્થાન :-  (1) વિદ્યાપીઠ -સરસ્વતી અભય (2) સૌભાગ્યપીઠ-ત્રિભુવન સ્વામીની દેવી અકરણ, (3) લક્ષ્મીપીઠ- શ્રીદેવી અહમિન્દ્ર (4) મંત્રયોગ-રાજ્પીઠ,યક્ષરાજ તુલ્ય.(5) સુમેરૂપીઠ ઈન્દ્રાદિદેવો,કલ્પ.

♣ કાર્ય ઉત્પન્ન કરનાર :- (1) કાળ (2) સ્વભાવ (3) નિયતિ (4) કર્મ(પૂર્વનું.) (5) પુરુષાર્થ-ઉદ્યમ

♣ પાંચ પ્રકારે વિનય :-   (1) દર્શન વિનય (2)જ્ઞાન વિનય (૩) ચરિત્ર વિનય (4) તપવિનય (5) ઔપચારિક વિનય.

♣ પરમાત્મા ના પાંચ કલ્યાણક :- (1) ચ્યવન (2) જન્મ (3) દિક્ષા (4) કેવળ જ્ઞાન (5) મોક્ષ

♣ પાંચ પ્રકાર ના દિવ્ય :- પ્રભુ જ્યાં જ્યાં ભિક્ષા ગ્રહણ કરે ત્યાં દેવતા પંચ દિવ્ય પ્રગટ કરે છે.
(1) સાડાબાર ક્રોડ સોનૈયા ની વૃષ્ટિ કરે છે. (2) વસ્ત્ર ની વૃષ્ટિ (3) સુગંધીપુષ્પ ની વૃષ્ટિ, (4) દંદુભિનાદ (5) "અહોદાનં અહોદાનં" ની ઉદઘોષણા.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger