આ દરેક ચાર પ્રકારે

Wednesday 5 December 20120 comments


♣ ચાર પ્રકારે અનુયોગ:-  (1) દ્રવ્યાનું યોગ (2) ગણિતાનુયોગ (3) ચરણ-કરણાનુયોગ (4) ધર્મકથાનુયોગ.

♣ ચાર આશ્રમ :-   (1) બ્રહ્મચર્યાશ્રમ (2) ગૃહસ્થાશ્રમ (3) વાનપ્રસ્થાશ્રમ (4) સન્યાસાશ્રમ.

♣ ચાર પ્રકારે બુદ્ધિ :-  (1) ઔપપાતિકી (2) વૈનયિકી (3) કાર્મિકી અને (4) પારિણામિકી

♣ ચાર દુ:ખ શય્યા :-  (1) જિનવચને અશ્રધ્ધા (2) બીજાને મળતા લાભ ની ઈચ્છા (3) સારા વિષયોની અભિલાષા (4) વિભુષા કરવાની ઈચ્છા.

♣ ચાર પ્રકારે વાણી :-  (1) પરા (2) પશ્યંતિ (3) મધ્યમા (4) વૈખરી.

♣ ચાર પ્રકારે જાપ :- (1) ભાષ્ય (2) ઉપાંશું (3) માનસ (4) અજપા.

♣ ચાર પ્રકારે કર્મબંધ નું સ્વરૂપ :- (1) સ્પૃષ્ટ (2) બદ્ધ (3) નિઘત્ત (4) નીકાચિત.

♣ ચાર પ્રકારના યુગ :- (1) સતયુગ (2) ત્રેતાયુગ (3) દ્વાપરયુગ (4) કલિયુગ .

♣ ચાર પ્રકારે વર્ણ :-  (1) બ્રાહ્મણ (2) ક્ષત્રિય (3) વૈશ્ય (4) ક્ષુદ્ર.

♣ ચાર પ્રકારે દેશના :- (1) આક્ષેપિણી -આત્મ સ્વભાવ તરફ ખેંચે (2) વિક્ષેપિણી - મિથ્યાત્વ અને કષાય છોડાવે, (3) સંવેદીની - મોક્ષની રૂચી કરાવે (4)  નિર્વેદિની - આત્મ સ્વરૂપ બાધક સંસારી સુખમાં અરૂચી જગાડે.

♣ ચારે પ્રકારે અદત્તાદાન :-
      (1) સ્વામી અદત્ત - માલિકની રજા શિવાય વસ્તુ લેવી તે,
      (2) જીવ અદત્ત-સજીવ વસ્તુ ને તેનો માલિક આપે છતાં,તેમાં રહેલા જીવની અનુમતિ વિના લેવી તે.
      (3) તીર્થંકર અદત્ત-સજીવ વસ્તુ ને તેનો માલિક આપે છતાં,જિનેશ્વરે જેની આજ્ઞા ન આપી હોય તેવી વસ્તુ લેવી તે.
      (4) ગુરૂ અદત્ત- જિનેશ્વરે જેનો નિષેધ ન કર્યો હોય તેવી અચિત વસ્તુને તેનો માલિક આપે છતાં ગુરુની અનુમતિ વિના લેવી તે.

♣ ચાર પ્રકારના ધ્યાન :- (1) આર્ત ધ્યાન (3) રૌદ્ર ધ્યાન (3) ધર્મ ધ્યાન (4) શુક્લ ધ્યાન.

♣ ચાર પ્રકાર ની સંજ્ઞા :-  (1) આહાર સંજ્ઞા (2) ભય સંજ્ઞા (3) મૈથુન સંજ્ઞા (4) પરિગ્રહ સંજ્ઞા

♣ ચાર પ્રકાર ના કષાય :-        
       (1) સંજ્વલન ક્રોધ - માન, માયા,લોભ: એક વર્ષ સુધી રહે સર્વ વિરતિનો નાશ કરે,યથાખ્યાત ચારિત્ર નો ઘાત કરે,દેવગતિ મળે.
       (2) પ્રત્યાખ્યાની ક્રોધ - માન, માયા,લોભ: એક વર્ષ સુધી રહે,સર્વે વિરતિનો ઘાત કરે, મનુષ્ય પણુંપ્રાપ્ત થાય.
       (3) અપ્રત્યાખાની ક્રોધ -માન, માયા,લોભ: એક વર્ષ સુધી રહે,દેશ વિરતિનો નાશ કરે,તીર્યંચ ગતિ પ્રાપ્ત થાય.
       (4) અનંતાનું બંધી - માન, માયા,લોભ: જાવજ્જીવ રહે,સમ્યક્ત્વ નો નાશ કરે, નરકાવાસ અપાવે.

♣ ચાર પ્રકારના સામાયિક :-  (1) શ્રુત સામાયિક (2) સમકિત સામાયિક (3) દેશ વિરતિ સામાયિક અને (4) સર્વ વિરતિ સામાયિક.

♣ ચાર પ્રકાર ના અનુષ્ઠાન :- (1) પ્રીતિ અનુષ્ઠાન (2) ભક્તિ અનુષ્ઠાન (3) વચન અનુષ્ઠાન(4) સંગ અનુષ્ઠાન.

♣ ચાર પ્રકારની સમાધી :-  (1) વિનય સમાધી (2) શ્રુત સમાધી (3) તપ સમાધી (4) આચાર સમાધિ.

♣ ચાર પ્રકાર ના નરક ધ્વાર :- (1) રાત્રિભોજન (2) પરસ્ત્રી ગમન (3) બોળઅથાણું (4) અનંતકાય.

♣ ધર્મ ના ચાર પ્રકાર :- (1) દાનધર્મ (2) શિયળધર્મ (3) તપધર્મ (4)  ભાવધર્મ.

♣ ચાર પ્રકાર ની ગતિ :- (1) મનુષ્યગતિ (2) દેવગતિ (3) તીર્યંચગતિ (4) નરકગતિ.

♣ ચાર વિકથા :- (1) રાજકથા (2) ભક્તકથા (3) દેશકથા (4) સ્ત્રી કથા.

♣ ચાર પ્રકાર ના આહાર :- (1) અશન (2) પાન (3) ખાદિમ (4) સ્વાદિમ.

♣ ચાર નિપેક્ષા :-  (1) નામ (2) સ્થાપના (3) દ્રવ્ય (4) ભાવ.

♣ ચાર પ્રકારની ભાષા :- (1) સત્ય ભાષા (2) અસત્ય ભાષા (3) સત્યાસત્ય (મિશ્ર ભાષા),અને (4) વ્યવહાર ભાષા.

♣ કર્મબંધ ના ચાર પ્રકાર :- (1) પ્રકૃતિબંધ (2) રસબંધ (3) સ્થિતિબંધ (4) પ્રદેશબંધ.

♣ ચાર પ્રકારના મેઘ (વર્ષા) :- (1) પુષ્કરાવર્ત (2) પ્રદ્યુમ્ન (3) જીમૂત (4) નીમ્હ .

♣ ચાર પ્રકારે મહા વિગઈ :- (1) મદિરા (2) માંસ (3) મધ (4) માખણ.

♣ ચાર પ્રકારનો સંઘ :- (1) સાધુ (2) સાધ્વી (3) શ્રાવક (4) શ્રાવિકા
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger