પાંચમાં આરામાં પ્રગટ થનારા પાંત્રીસ બોલ

Saturday 1 December 20120 comments

(1)     શહેરો ગામડા જેવા થશે.
(2)     ગામડા સ્મશાન જેવા થશે.
(3)     સુખીજન નિર્લજ્જ બનશે.
(4)     કુળવાન નારી વેશ્યા જેવી બનશે.
(5)     સાધુઓ કષાયવંત થશે.
(6)     રાજા યમદંડ જેવા થશે.
(7)     કુટુંબીઓ દાસ સરીખા થશે.
(8)     પ્રધાનો લાંચ સરીખા થશે.
(9)     પુત્રો સ્વછંદાચારી થશે.
(10)    શિષ્યો ગુરુની અવગણના કરશે,સામા થશે. 
(11)    દુર્જન પુરુષો સુખી થશે.
(12)   સજજન પુરુષો દુ:ખી થશે. 
(13)   દેશ દુકાળ થી વ્યાપ્ત થશે.
(14)   પૃથ્વી ખરાબ તત્વો,દુષ્ટ તત્વો થી આકુળ થશે.
(15)   બ્રાહ્મણ અસ્વાધ્યાયી અર્થ લુબ્ધ બનશે.વિદ્યાનો વ્યાપાર થશે.
(16)   સાધુઓ ગુરુની નિશ્રામાં નહિ રહે .
(17)   સમકિત દ્રષ્ટિદેવ અને મનુષ્ય અલ્પ બળવાળા થશે.
(18)   મનુષ્યને દેવ દર્શન નહિ થાય.
(19)   ગોરસ રસહીન - કસ્તુરી આદિ વર્ણપ્રભાવ હીન થશે.
(20)  વિદ્યા, મંત્રો તથા ઔષધો નો અલ્પ પ્રભાવ થશે.
(21)   બળ,ધન,આયુષ્ય હીન થશે.
(22)   માસ કલ્પ યોગ્ય ક્ષેત્ર નહિ રહે.
(23)   શ્રાવકની અગિયાર પ્રતિમા નો વિચ્છેદ થશે.
(24)   આચાર્યો શિષ્યોને ભણાવશે નહિ.
(25)   શિષ્ય કલહ કજિયા કરનાર થશે.
(26)   મુંડન કરાવનાર સાધુઓ થોડા હશે.(દીક્ષા લેશે,પણ પાલન કરનાર થોડાં હશે.)
(27)   આચાર્યો પોતપોતાની અલગ સમાચારી પ્રગટાવશે
(28)   મલેચ્છો(મોગલ) ના રાજ્ય બળવાન થશે.
(29)   આર્યદેશ ના રાજાઓં અલ્પ બળવાળા થશે.
(30)   મિથ્યા દ્રષ્ટિદેવ બળવાન થશે.
(31)   જૂઠ, કપટ બહુ વધશે.
(32)   સત્યાવાદીઓ નીષ્ફળ થશે.
(33)   અનીતિ કરનાર ફાવશે.
(34)   ધર્મ કરવામાં સંપૂર્ણ સફળતા નહિ મળે.
(34)   ગમે તે જાતિ સાથે લગ્ન થશે.

♣ પાંચમાં આરાના અંતે.......

- આચાર્ય શ્રી દુપ્પસહસૂરિ અને સાધ્વી શ્રી ફાલ્ગુશ્રી.

- શ્રાવક શ્રી નાગીલ અને શ્રાવિકા શ્રી સત્યકી.

- રાજા શ્રી વિમલવાહન અને શાસ્ત્ર દશ વૈકાલિક સૂત્ર.

- પ્રધાન શ્રી સુમુખ

- અગ્નિનો વરસાદ થશે.


- ભગવાન શ્રી મહાવીરે કહ્યું છે કે પાચમ આરના અંતે છેલા સાધુ આચાર્ય શ્રી દુપ્પસહસૂરિ,છેલ્લો શ્રાવક શ્રી નાગીલ,છેલ્લી શ્રાવિકા શ્રી સત્યકી અને છેલ્લા સાધ્વી શ્રી ફાલ્ગુશ્રી હશે. આચાર્ય શ્રી દુપ્પસહસૂરિનો આત્મા સમ્યક્ત્વ ધરી હશે જે આ પાચમાં આરામાં જન્મ લેનારો એક માત્ર સમ્યક્ત્વ ધરી આત્મા હશે. આચાર્ય શ્રી દુપ્પસહસૂરિના કાળધર્મ પામ્યા પછી શ્રાવક શ્રી નાગીલ મૃત્યુ પામશે, તેના પછી  સાધ્વી શ્રી ફાલ્ગુશ્રી કાળધર્મ પામશે અને છેલ્લે  શ્રાવિકા શ્રી સત્યકીમૃત્યુ પામશે અને તેની સાથે આ શાસનનો અંત આવશે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger