શયન વિધિ

Thursday 3 January 20130 comments

♣ સુર્યાસ્ત બાદ 1 પ્રહર(લગભગ 3 કલાક) પછી ઊંઘવું. 
♣ વાળા પછીનું વાળું -  પરિવાર ભેગો કરી ઘરના વડીલ પ્રવચનની વાતો સંભળાવે, જેથી સંતાનોમાં ધર્મના સંસ્કાર પડે, પ્રવચન શ્રવણનો રસ જાગે અને દેવગુરુની મહિમા વધે.
♣ લગભગ 10 વાગે સૂવું અને 4 વાગે ઉઠવું, યુવાનોને 6 કલાકની ઉંઘ પુરતી છે.
સુવાની મુદ્રા - ઉલ્ટા સોયે ભોગી, સીધા સોયે યોગી; ડાબા સોયે નીરોગી, જમણા સોયે રોગી.
♣ સુતાં સાત અને ઉઠતા આઠ નવકાર ગણવા. સાત ભયને દૂર કરવા સાત નવકાર અને આઠ કર્મને દૂર કરવા આઠ નવકાર ગણવાના.
  • સાત ભય :- ઇહલોક ભય, પરલોક ભય, આદાન(ચોરી)નો ભય,અકસ્માત ભય, વેદના ભય,મરણ ભય,અશ્લોક(અપયશ)નો ભય .
  • આઠ કર્મ :- જ્ઞાનાવરણીય,દર્શનાવરણીય,વેદનીય, મોહનીય,આયુષ્ય,નામ,ગોત્ર,અંતરાય.
♣ સોનાનું કોડિયું રૂપાની વાટ, આદીશ્વરનું નામ લેતા સુખે જાય રાત.
♣ નવકાર તું મારો ભાઈ, તારે મારે ઘણી સગાઇ, અંત સમયે યાદ આવશોજી, મારી ભાવના શુદ્ધ રાખશોજી.
♣ કાને મારે કુંથુનાથ, આંખે મારે અરનાથ,નાકે મારે નેમિનાથ, મુખે મારે મલ્લીનાથ, સહાય કરે શાંતિનાથ, પરચો પૂરે પર્શ્વનાથ, જ્ઞાન મારા ઓશીકે, શીયલ મારે સંથારે, ભર નિંદ્રામાં કાળ કરું તો વોસિરે વોસિરે વોસિરે.  "આહાર, શરીરને ઉપધિ, પચ્ચખું પાપ અઢાર, મરણ આવેતો વોસિરે, જીવું તો આગાર" આ રીતે શરીરના અંગોમાં પરમાત્માની સ્થાપના કરવી.
♣ સૂતી વખતે શ્રી નેમિનાથ - પાર્શ્વનાથ પ્રભુના સ્મરણથી દુ:સ્વપ્નોનો નાશ થાય છે.શ્રી ચંદ્રપ્રભસ્વામીના સ્મરણથી સુખનિંદ્રા અને શાંતિનાથ પ્રભુના સ્મરણથી ચૌરાદી ભયનો નાશ થાય છે.(આચારોપદેશ)
♣ દિશા જ્ઞાન :- દક્ષિણ દિશામાં પગ રાખીને ક્યારેય સૂવું નહિ, યમ અને દુષ્ટ દેવોનો વાસ હોય છે. કાનમાં હવા ભરાય, માથામાં લોહી ઓછુ પહોંચે, સ્મૃતિભ્રંશ, મોત અને મોત જેવી બીમારીઓ થાય. આ વાત વૈજ્ઞાનિકો અને વાસ્તુશાસ્ત્રીઓએ પણ જાહેર કરી છે.
પુર્વમાં માથું રાખીને સુવાથી સન્માર્ગે લઇ જનારી બુદ્ધિ મળે. પશ્ચિમમાં માથું રાખીને સુવાથી ચિંતા વધે, દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાથી આરોગ્ય - ધનની પ્રાપ્તિ થાય. ઉત્તરમાં માથું રાખીને સુવાથી મૃત્યુ અને બિમારીઓ આવે.(હિતોપદેશ માલા)

પ્રાફ શિર:શયને વિદ્યા, ધનલાભ્શ્વ દક્ષીણે ।
પશ્ચિમે પ્રબલા ચિંતા, મૃત્યુંહાનીસ્તથોત્તરે ।।

♣ માથું અને પગ તરફ દીવો રાખવો નહિ.ડાબી કે જમણી બાજુએ ઓછામાં ઓછો પાંચ હાથ દૂર દીવો રાખવો જોઈએ.
♣ સૂતી વખતે માથું ઓછામાં ઓછુ દીવાલથી ત્રણ હાથ દૂર હોવું જોઈએ.
♣ પગની પાસે ખાંડણી કે સાંબેલું રાખવું નહિ.
♣ સાંજના સમયે(સંધ્યાકાળે) ઉંઘ લેવી નહિ.
♣ શય્યા(ગાદલા) પર બેઠા બેઠા ઉંઘ લેવી નહિ.
♣ ઘરના ઉંબરા ઉપર માથું રાખીને ઉંઘ લેવી નહિ.
♣ હૃદય ઉપર હાથ મૂકીને છતના પાટ (નાટ) નીચે અને પગ ઉપર પગ ચઢાવીને સૂવું નહિ.
♣ સુર્યાસ્ત પહેલાં સૂવું નહિ.
♣ પગની સામે શય્યા ઉંચી હોય તો અશુભ છે. એટલે પગ નીચે કાંઈ રાખવું નહિ.
♣ શય્યા ઉપર બેસીને ખાવું અશુભ છે. (બેડ ટી પીવાવાળા સાવધાન!)
♣ સૂતા સૂતા ભણવું નહિ.
♣ સૂતા સૂતા તમાકુ ખાવું નહિ. (તમાકુ ક્યારેય ખાવું નહિ)
♣ કપાળ ઉપર તિલક રાખીને સૂવું નહિ, તે અશુભ છે.
♣ પથારી ઉપર બેસીને સુડી આદિ કોઈપણ અસ્ત્રોથી સુપરીના ટુકડા કરવા નહિ.

ઊંઘના પાંચ પ્રકાર :- જલ્દી જાગે તે નિંદ્રા, મહેનતથી જાગે તે નિંદ્રા-નિંદ્રા, બેઠા-બેઠા કે ઉભા-ઉભા ઊંઘે તે પ્રચલા.(ઘોડાને આ નિંદ્રા હોય છે.) ચાલતા ચાલતા ઊંઘે તે પ્રચલા-પ્રચલા, દિવસે વિચારેલું રાત્રે ઊંઘમાં કરે તે થીણદ્ધિનિંદ્રા. થીણદ્ધિ ઉંઘ વાળો જીવ પ્રાય: નરકમાંથી આવેલો અને નરકમાં જનારો હોય છે .

♣ ડાબા પડખે સૂવું સ્વાસ્થ્યમાટે લાભપ્રદ છે. શાસ્ત્રીય વિધાન પણ છે. સંથારા પોરસીમાં 'વામપાસેણં' શબ્દ આવે છે. આયુર્વેદમાં 'વામકુક્ષી' કહેલું છે. શરીર વિજ્ઞાન અનુસાર સીધા(ચત્તા) સૂવાથી કરોડરજ્જુને નુકશાન થાય છે. ઉંધા સુવાથી આંખો બગડે છે.
♣ ભણવા અને જાપ માટે પૂર્વ અને ઉત્તર સન્મુખ દિશા ઉત્તમ છે. દક્ષિણ સન્મુખ જમવા બેસવું નહિ.
♣ ઝાડે(ઠલ્લે) જવું હોય ત્યારે સૂર્ય-હવા અને ગામને પૂંઠ ના કરાય.
♣ દિવસે ઉત્તરને પૂંઠ ના કરાય અને રાત્રે દક્ષિણને પૂંઠ ના કરાય. વાસ્તુશાસ્ત્ર કહે છે કે પૂર્વ-પશ્ચિમને પૂંઠ ના કરવી.

શ્રાદ્ધગુણ વિવરણ :- લક્ષ્મીનું સ્થાન પૂર્વ દિશામાં, રસોડું અગ્નિ ખૂણામાં, શયન દક્ષિણ દિશામાં, શસ્ત્રાદીક નૈરુત્ય ખૂણામાં, ભોજન પશ્ચિમ દિશામાં, ધાન્ય સંગ્રહ વાયવ્ય ખૂણામાં રાખવું જોઈએ.
♣ વિદ્યા પ્રાપ્તિ માટે ભક્તામર સ્તોત્રની ત્રણ ગાથાઓ :- 3જી ,6ઠ્ઠી,20મી.  કોઈપણ એક ગાથા ત્રણ વખત બોલીને ગણધર ભગવંતોને વંદન કરીને, જ્ઞાનના પાંચ ખમાસમણા આપીને ધાર્મિક સુત્ર ગોખવા બેસીએ તો જલ્દી યાદ રહી જાય છે.

- ગુડનાઈટ  - રાત્રી પ્રવચનો - આચાર્ય શ્રી વિજય રશ્મીરત્નસુરીશ્વરજી મ.સા.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger