ચંદ્રગુપ્ત મૌર્યના 16 સ્વપ્નોનું ફળ

Monday 11 February 20130 comments

♣ ચંદ્રગુપ્ત મૌર્યના સોળ સ્વપ્નોનું ફળ વ્યવહાર સૂત્રચુલીકામાં આચાર્ય શ્રી ભદ્રબહુસ્વામીએ બતાવ્યું છે.

ક્રમ
સ્વપ્ન
ફળ
1
કલ્પવૃક્ષની તૂટેલી ડાળ
રાજા દીક્ષા નહીં લે.
2
અકાળે સુર્યાસ્ત
કેવળજ્ઞાન વિચ્છેદ થશે.
3
ચારણી બનેલો ચંદ્રમા
જુદી જુદી સમાચારી થશે.
4
ભૂત નાચતા જોયા
મિથ્યાત્વ મતનો પ્રચાર વધશે(પોતાની જાતને ભગવાન કહેવડાવીને લોકોને ભરમાવશે).
5
બાર ફણાનો નાગ
મોટા બાર દુષ્કાળ પડશે.
6
દેવવીમાન પાછું વળ્યું
જંઘાચારિણીની લબ્ધીનો વિચ્છેદ થશે.
7
ઉકરડામાં કમળ
બધી કોમ વ્યાપારી બનશે.
8
ઘોર અંધારું
નવા-નવા ધર્મો ઉગી નીકળશે.
9
ત્રણ દિશામાં સરોવર સુકાઈ ગયા છે.
ધર્મ ત્રણ દિશામાં ખાસ નહીં રહે. દક્ષિણ દિશામાં રહેશે.
10
સોનાની થાળીમાં કૂતરો ખાય છે.
લક્ષ્મી નીચના ઘરે વાસ કરશે.
11
વાંદરો હાથીને ચલાવે છે.
હાથી જેવા ભારત દેશ પર વાંદરા જેવા ચંચલ નેતાઓ રાજ કરશે.
12
સમુદ્ર મર્યાદા તોડીને તારાજી સર્જશે(કંડલામાં અને બેંગ્લોરમાં સમુદ્રે હાહાકાર મચાવી દીધો હતો).
ઘરમાં દીકરો-દીકરીઓ મર્યાદા નહીં સાચવે. વહુઓ સાસુઓને હેરાન કરશે, સ્ત્રીઓ સંસ્કૃતિની ઉત્તમ મર્યાદાઓને બંધન માનશે. મર્યાદાહીન જીવન પધ્ધતિ ચારે કોર તારાજી સર્જશે.
13
ગધેડા ઉપર રાજકુમાર
રાજાઓ ઉત્તમ એવા જૈન ધર્મને છોડીને અન્ય ધર્મ સ્વીકારશે.
14
ઝાંખા રત્નો જોયા
ભરત ક્ષેત્રમાં સાધુ-સાધ્વીના મનમેળ ઓછા હશે.
15
વિશાળ રથને નાના વાછરડાઓ ખેંચે છે.
જૈન શાસનની ધુરાને નાના-નાના સાધુઓ વહન કરશે. લગ્ન કરેલા દીક્ષા લેનારા ઓછા મળશે.
16
મહાવત વગરના હાથી લડે છે.
માંગ્યા મેહ વર્ષે નહીં.


ગુડનાઈટ રાત્રી પ્રવચનો - આચાર્ય શ્રી વિજય રશ્મિરત્ન સૂરીશ્વરજી .સા. 
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger