પાંડવોના પાંચ સ્વપ્નો અને શ્રી કૃષ્ણ દ્વારા ફળ કથન

Friday 8 February 20130 comments

મહાભારત(વ્યાસજી કૃત)માં પાંડવોને આવેલા પાંચ સ્વપ્નો અને તેનું શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલું ફળ કથન દર્શાવવામાં આવેલું છે .

પાંડવોના નામ
સ્વપ્ન
ફળ
યુધિષ્ઠિર
સફેદ હાથી બે મોઢે ખાય છે.
આજના કળીયુગના નેતાઓ સરકાર અને પ્રજા એમ બંનેના ખજાના ખાલી કરશે.
ભીમ
ગાય વાછરડાનું દુગ્ધપાન કરે છે.
માતા-પિતાઓને દિકરાઓની ગરજ કરવી પડશે.પાણી પણ પૂછીને પીવું પડશે, એક નવો પૈસો પણ ધર્મમાં પૂછ્યા વગર વાપરી નહીં શકે.
અર્જુન
કાગડાઓ કૃષ્ણ - કૃષ્ણ કરે છે.
કળીયુગમાં ધર્મના નામે ઠગનારા વધશે. ધર્મના નામે ધતિંગ વધશે. (જન્માષ્ટમી, નવરાત્રિ આદિમાં નાચ-ગાનની કેટલી વિકૃતિઓ પેસી ગઈ છે!!!)
નકુલ
ત્રણ કુંડમાં વચ્ચેનું કુંડ ખાલી છે, પહેલા કુંડમાંથી ઉછળીને ત્રીજા કુંડમાં પાણી જાય છે.
માતા-પિતા કરતા સાસુ-સસરા વધુ વહાલા લાગશે. ભાઈ ભૂખે મરશે, ભાઈબંધ લહેર કરશે. બહેનને ધિક્કારશે, સાળા - સાળીને સત્કારશે.
સહદેવ
પ્રલય પવનથી ડુંગરાના શિખરો તૂટીને પડે છે.
એક વિશાળ શિલા તણખલાના કારણે પડતાં અટકી ગઈ. કળીયુગમાં મોટા તપ-જપ નાશ પામશે. પ્રભુ નામનું સ્મરણ પતનથી બચાવશે.


પહેલાં કહેતા હતા - 
"માતા તીરથ પિતા તીરથ, તીર્થ હૈ ગુરુબાંધવા;
વચ્ચે વચ્ચે સાધુ તીરથ, સબ તીરથ અભાગ્યતા."

હવે કહે છે -
"સાસુ તીરથ સસરા તીરથ, તીરથ સાળા-સાળી;
વચ્ચે વચ્ચે સાળી તીરથ, સબ તીરથ ઘરવાળી."


ગુડનાઈટ રાત્રી પ્રવચનો - આચાર્ય શ્રી વિજય રશ્મિરત્ન સૂરીશ્વરજી .સા.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger