Tention To Peace - ધ્યાનના પ્રયોગો

Monday 11 February 20130 comments


♣ ચિંતા ચિતા છે બાળી નાખશે, ચિંતાથી દુર રહો. આજે માણસને ઘર,દુકાન,વ્યવહાર,વ્યાપાર દરેક જગ્યાએ ચિંતા છે.

♣ વિપશ્યના, પ્રેક્ષા, રેકી, ટી એમ આદિ તમામ ધ્યાન પ્રક્રિયાઓ શરીરના રોગો દુર કરવાની વાતો કરે છે. જૈન દર્શન કહે છે - માત્ર શરીરનું જ વિચારવું એ આર્તધ્યાન છે.

સાધનાની ત્રિપુટી-આત્મસ્વરૂપજ્ઞાન, ભેદજ્ઞાન, આત્માનું સતત સ્મરણ.

♣ નવકાર ધ્યાન સહુથી વધુ સુરક્ષિત છે.

નવકાર યોગ:- પંચપરમેષ્ઠીને વિવિધ મુદ્રાઓ સાથે નમસ્કાર કરવા. આસન :- ભગવાનની મુદ્રામાં બેસી શકાય તો શ્રેષ્ઠ છે.

♣ ધ્યાન પ્રક્રિયા :-
(1) પૃથ્વી ધારણા:- મેરુપર્વતની શિલા ઉપર તમે બેઠા છો.
(2) અગ્નિ ધારણા:- હૃદયમાં ધ્યાનાગ્ની ઉત્પન્ન થઇ છે. ક્રોધ બળે છે, રાગ, દ્વેષ,મોહ,માયા અને સંપૂર્ણ કર્મો તેમાં બળીને ખાખ થઇ રહ્યા છે.
(3) વાયુ ધારણા:- પ્રલયકારી પવન વાય છે અને બધી રાખ ઉડી ગઈ છે.
(4) જલ ધારણા :- સિદ્ધોની કૃપાદ્રષ્ટિમાં નિર્મળતા પ્રગટ થઇ રહી છે.
(5) તત્વભુ ધારણા :- આત્માનું નિર્મળ સ્વરૂપ પ્રગટ થયું છે તેમ વિચારવું. ત્યારબાદ નવકારને હૃદય મંદિરમાં સ્થાપિત કરવો.

♣ ધ્યાનના ચાર પ્રકાર:- (1) પીંડસ્થ ધ્યાન (2) પદસ્થ ધ્યાન (3) રૂપસ્થ ધ્યાન(સમવસરણ ધ્યાન) (4) રૂપાતીત ધ્યાન

♣ નવકાર ધ્યાન :- રોમ રોમમાં નવકાર વસી જાય તે રીતે નાવાકારને શ્વાસ સાથે લોહીના એક-એક કણમાં અને મગજના 1/1-2 અબજ કોષોમાં નવકારનો ધબકાર ચાલતો હોય, એ રીતે ઓછામાં ઓછા 3 નવકાર દરરોજ ગણવા. નાડીના દરેક ધબકારમાં "નમો અરીહંતાણં" પદને વાસિત કરી શકાય.

♣ અર્હં ધ્યાન :- શ્વાસ લેતાં કાઢતાં 'ॐ હ્રીમ અર્હં નમઃ'

♣ ॐ - પંચપરમેષ્ઠીનું બીજ મંત્ર છે. અ=અરીહંત + અ= અશરીરી = સિદ્ધ + આ(આચાર્ય) + ઉ(ઉપાધ્યાય) + મ (મુની) = ॐ

♣ હ્રીમ = 24 તીર્થંકર ભગવંતોનું બીજ મંત્ર છે.

"શીવમસ્તુ"ની મંગલભાવના દરરોજ ભાવવાથી પવિત્ર Vibrations ઉત્પન્ન થાય છે.

♣ માનસ મૃત્યુ પ્રયોગ :- આંખો બંધ કરીને કાલ્પનિક રીતે મૃત્યુની છેલ્લી ક્ષણ ઉભી કરવી. "મારું આયખું ખૂટે જે ઘડીએ" ગીતના સંવેદન વડે પ્રભુને પધારવાની કાકલુદીભરી વિનંતી - પ્રાર્થના સંવેદનો અનુભવવા. મૃત્યુ પછી પાપ - પુણ્ય સિવાય કશું જ સાથે નથી આવતું એવો અનુભવ કરવો.

♣ માનસ યાત્રા પ્રયોગ :- મનથી અષ્ટાપદ કે સિદ્ધાચલ પહોંચી ભરતચક્રીએ ભરાવેલ રત્નના પ્રતિમાના દર્શન કરવા, સીમંધરસ્વામીની ભાવયાત્રા કરવી વગેરે.


ગુડનાઈટ રાત્રી પ્રવચનો - આચાર્ય શ્રી વિજય રશ્મિરત્ન સૂરીશ્વરજી .સા. 
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger