હસ્તિનાપુર

Thursday 21 February 20130 comments


હસ્તિનાપુર, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ જેઓ તીર્થંકર ઉપરાંત ચક્રવર્તી પણ હતા તેઓના જ્યાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણક થયા છે અને પ્રભુ આદિનાથના જ્યાં વર્ષીતપના પારણાં થયા તે પાવન ભૂમિ.

એક સમયે આદિનાથ પ્રભુનો આત્મા જયારે સંસારી અવસ્થામાં હતો ત્યારે પણ તે કરૂણાથી ભરેલો હતો. આદિનાથ પ્રભુ આ કાળના પ્રથમ રાજા હતા જેમણે પ્રજાને ખેતી કરતાં શીખવાડ્યું. તે પગપાળા ચાલીને જાતે જઇને ખેતી શીખવાડતા. એક દિવસની વાત છે, પ્રભુ ખેતરમાં ફરતા હતા અને તેમણે એક ખેડૂતને બળદને દોરડા વડે મારતા જોયો. આ જોઇને કરૂણાથી ભરેલા શ્રી ઋષભ દેવને મૂંગા બળદો પર દયા આવી અને તે ખેડૂતને પૂછ્યું કે "ભાઈ તું આમ કેમ બળદને મારે છે?" તો પેલા ખેડૂતે જવાબ આપ્યો કે "પ્રભુ આ બળદ જે ખાય છે તેના કરતાં વધુ બગાડે છે." આથી શ્રી ઋષભ દેવે તે ખેડૂતને બળદના મોઢે "મોસળિયું" બાંધવા કહ્યું. તેમ કરતા ખેડૂતનો પ્રશ્ન હલ થઇ ગયો અને ખેડૂત ખુશ થઇ ગયો. હવે જયારે પ્રભુ પોતે જયારે જમવા બેસે છે ત્યારે તેમને પેલા બળદની યાદ આવી અને તેમણે પોતાના સેવકને દોડાવી તરત જ પેલા ખેડૂતને હાજર કરવા કહ્યું. ખેડૂતના આવતાં જ પ્રભુ તેને પૂછે છે કે કામ પતી ગયા પછી તેણે બળદોને ખાવાનું આપ્યું કે નહિ? ખેડૂત તે બળદોને ચારો નાખવાનું ભૂલી ગયો હતો અને આમ 13 કલાક બળદો ભૂખ્યા રહ્યા. તે વખતે શ્રી ઋષભદેવને લાભાંતરાય કર્મ બંધાયું અને દીક્ષા લીધા પછી તે ઉદયમાં આવ્યું અને 13 મહિનાના ઉપવાસ કરવા પડ્યા. જયારે પભુ દીક્ષા લીધા પછી વિચરતા-વિચરતા હસ્તિનાપુર આવે છે ત્યારે શ્રેયાંસકુમારના હાથે ઇક્ષુ રસથી પારણાં થાય છે. એ મહાન દિવસ હતો વૈશાખ સુદ ત્રીજ(અખા ત્રીજ) જે અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. આથી દર વર્ષે તપસ્વીઓ વર્ષીતપના પારણાં કરવા અહી આવે છે.

આ નગરી ત્રણ ચક્રવર્તી રાજાઓ સનત, સુભુમ અને મહાપદ્મની રાજધાની હતી. પ્રભુ ઋષભદેવના એકવીસમાં પુત્ર 'શ્રી હસ્તિકુમાર'ના નામ પરથી આ નગરીનું નામ પડેલું છે. અહી શ્રી શાંતિનાથ પ્રભુનું ભવ્ય અને ગગનચુંબી શિખરવાળું જિનાલય આવેલું છે. તદુપરાંત અષ્ટાપદજી તીર્થનું બેનમુન જિનાલય આવેલું છે તથા જંબૂદ્વીપની રચના પણ અદભૂત છે.

પ્રભાવના :- એક નાનું પણ બાંધેલું કર્મ કેવા મોટા ફળ આપે છે? એ શ્રી ઋષભદેવના આ દ્રષ્ટાંત ઉપરથી સમજાય છે!!!!
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger