ગીરનારજી

Saturday 2 March 20130 comments



યદુવંશ સમુદ્રેન્દુ: કર્મકક્ષ હુતાશન:
અરિષ્ટનેમિર્ભગવાન્ ભૂયાદ્વોઙરીષ્ટનાશન:

વર્તમાન ચોવીશીના બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના જ્યાં દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકો થયા છે અને આવતી ચોવીશીના બધા જ તીર્થંકરો જ્યાં નિર્વાણ પામશે તેવું પવિત્ર અને શાશ્વત તીર્થ એટલે ગિરનારજી. ગઈ ચોવીશીના આઠ તીર્થંકરોના 24 કલ્યાનાકો પણ આ જ ક્ષેત્રમાં થયા હતા.

પ્રાચીન સમયમાં આ તીર્થ ઉજ્જયંતગિરિ, રૈવતાચલ, સુવર્ણગીરી, નંદભદ્ર વગેરે નામથી ઓળખાતું હતું. આ તીર્થનાં અત્યારસુધીમાં 16 વખત ઉદ્ધાર થયા છે. ભરત ચક્રવર્તીએ આ ગીરિરાજનો પ્રથમ ઉદ્ધાર કરાવી સ્ફટિક રત્નમય જિનાલય બનાવ્યું હતું. જે 111 મંડપો, જાળીઓ, ઝરૂખાઓથી સુશોભન પામેલું હતું. તેનું નામાભિધાન "સુરસુંદર પ્રાસાદ" કરવામાં આવ્યું હતું.

ગિરનાર મહાતીર્થ ઉપર નેમિનાથ ભગવાન ની પ્રતિમા એક માત્ર એવી પ્રતિમા છે જેની પ્રતિષ્ઠા ખુદ પ્રભુ નેમિનાથ પરમાત્મા એ પોતાના હાથે કરેલી છે. ગીરનાર મહાતીર્થમાં વિશ્વની સોથી પ્રાચીન એવી મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ લગભગ ૧,૬૫,૭૩૫ વર્ષ ન્યૂન (ઓછા ) એવા ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. જે ગઈ ચોવીશી ના ત્રીજા સાગરનામના તીર્થંકરના કાળમાં બર્હામેન્દ્ર દ્વારા બનાવામાં આવેલ હતી, આ પ્રતિમાને પ્રતિષ્ઠીત કર્યા ને લગભગ ૮૪,૭૮૫ વર્ષ થયા છે. તે મૂર્તિ આજ સ્થાને હજુ લગભગ ૧૮,૪૬૫ વર્ષ સુધી પૂજાશે ત્યારબાદ શાસન અધિષ્ઠાયીકા દ્વારા પાતાળલોકમાં લઇ જઈને પૂજાશે.

આ ગિરિરાજ ઉપર તીર્થંકરો, ગણધરો, જુદા જુદા અધીષ્ઠાયકોના મંદિરો તથા પ્રતિમાઓ જુહારવા લાયક છે. કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ વગેરેના જિનમંદિરો આવેલા છે, જેમાં ચોરીવાળું જિનાલય વિખ્યાત છે.

પશુઓના પોકાર સુણી, કરૂણા દિલમાં આણતાં,
રડતી મેલી રાજીમતિને, વિવાહમંડપે ત્યાગતાં;
સંયમવધૂ કેવલશ્રી, શિવરમણીને પામતાં,
એ નેમિનાથને વંદતા, પાપો બધા દૂરે જતાં.

જય જય નેમિનાથ.........જય જય ગીરનાર
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger