લેશ્યાઓ અને તેની સમજ

Monday 15 April 20130 comments



કુલ લેશ્યાઓ છ છે.આ છ લેશ્યાઓમાં ત્રણ શુભ લેશ્યાઓછે, જે શુક્લ લેશ્યા, પદ્મલેશ્યા અને પિત લેશ્યા છે. અને શેષ ત્રણ અશુભ લેશ્યાઓ, જે અનુક્રમે કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા અને કપોત લેશ્યા તરીકે ઓળખાય છે 
ભૂખથી પીડિત છ માણસોએ એક આંબાના ઝાડ ઉપર કેરીઓ જોઈ.અને તમામને કેરીઓ ખાઈને ભુખ તૃપ્ત કરવાની ઈચ્છાઓ થઇ.
  1. પહેલી વ્યક્તિએ આંબાને થડમાંથી કાપવા સુચવ્યું.
  2. બીજાએ કહ્યું, તેને થડમાંથી ન કાઢો, આખું ઝાડ બરબાદ થઈ જશે, તેની ડાળ જ ઉડાવો. ડાળમાં તો ફળ છે જ.
  3. ત્રીજે કહ્યું, ડાળો ના કાપશો. તેની ડાળખીઓ જ કાપો.
  4. ચોથો બોલ્યો, ભાઈઓ, થડ પર ચડીને તેની ડાળીઓને જ હલાવો, એટલે ફળો નીચે આવી જશે.
  5. ત્યારે પાંચમાં વ્યક્તિએ સૂચન કર્યું કે, ડાળીઓને નાહકની હલાવીશું તો, કાચી કેરીઓ પણ ખરી જશે, બહેતર છે કે હું બે પાકી કેરીઓ તોડી લાવું છું.
  6. ત્યારે અત્યાર સુધી મૌન રહેલા ભાઈએ એ મૌન તોડીને કહ્યું કે ભાઈઓ, ઝાડને શા માટે કષ્ટ આપો છો ??? આપણને જેમ કષ્ટ થાય છે, તેમ આ વૃક્ષને પણ કષ્ટ થશે. તેને પણ આપણી જેમ સંવેદના અને દર્દ થાય હોય છે,આપણા જેવો આત્મા તેનામાં પણ વસે છે.

મિત્રો......

  1. વૃક્ષને કાપવું તે, કૃષ્ણ લેશ્યાનુંપ્રતિક છે. 
  2. ડાળ/શાખાને કાપવું તે નીલ લેશ્યાનુંપ્રતિક છે.
  3. ડાળખીઓ કાપવી તે કપોત લેશ્યાનુંપ્રતિક છે.
  4. ડાળી હલાવવી તે પિત લેશ્યાનુંપ્રતિક છે.
  5.  ઝાડ પરની પાકી કેરી તોડવી તે પદ્મ લેશ્યાનુંપ્રતિક છે.
  6. પડેલી કેરીઓ ઉઠાવીને આહાર કરવો તે શુક્લ લેશ્યાનું પ્રતિક છે.


 મિત્રો......જયારે પણ આપણે મુહપત્તિનું પડિલેહણ કરીએ છીએ ત્યારે આપણે કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા અને કપોત લેશ્યાને પરીહરીએ છીએ.


સૌજન્ય:- કાર્તિક ભાઈ ઝવેરી
ચાલો ગીરનાર ગ્રુપ - ફેસબુક. 
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger