દરરોજ કરી શકાય તેવી જ્ઞાનની આરાધના

Saturday 20 April 20130 comments

પરમ કૃપાળુ શ્રી પરમાત્મા જયારે સર્વ ઘાતિ કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પામે છે ત્યાર પછી જયારે દેશના આપે છે ત્યારે તે જ્ઞાનનો અનંત મહિમા વર્ણવે છે. પરમાત્મા કહે છે કે જીવને સંસારમાં સારી રીતે રહેવા માટે કે સંસારથી તરવા માટે જ્ઞાન વિના ચાલતું નથી. પ્રભુએ જ્ઞાનને શ્રેણીબદ્ધ પાંચ પ્રકારે વર્ણવ્યા છે .

મતિજ્ઞાન:-  પાંચ ઇન્દ્રિય અને મન - આ છ વડે જે જણાય તે મતિજ્ઞાન છે.સ્પર્શન , રસન , ઘ્રાણ , ચક્ષુ , અને શ્રોત્ર  - આ પાંચ ઇન્દ્રિયો છે. તે બહાર ના વિષયો ને ગ્રહણ કરે છે અને જાણે છે , પરંતુ તેની અનુભૂતિ મન કરે છે. મન મનન કરે છે. ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા વિષયો ને જાણવાનું , માનવાનું , અને તેનું મનન કરવાનું એ કામ કરે છે. આ મન સમગ્ર શરીર માં વ્યાપ્ત છે.
     ઇન્દ્રિય અને મન ના જાણવા માં આટલો ફરક છે. ઇન્દ્રિયો માત્ર મૂર્ત-દ્રવ્ય ના વર્તમાન પર્યાયને જ જાણે છે. જયારે મન મૂર્ત અને અમૂર્ત બનેના ત્રૈકાલિક અનેક રૂપોને જાણે છે. મન ઇન્દ્રિય ની મદદ વિના પણ જાણી શકે છે. મન અનેકવિધ રીતે વિચારે છે. વિચાર-પ્રક્રિયા અનુસરે મતિજ્ઞાન ના મુખ્ય ૨૮ ભેદ છે અને વિસ્તારથી તેના ૩૪૦ પ્રકાર છે.
     મતિજ્ઞાનના વિવિધ પ્રકારમાં જાતિસ્મરણ જ્ઞાન નો પણ સમાવેશ થાય છે. આ જ્ઞાન થી પૂર્વ જન્મો ની  સ્મૃતિ અકબંધ તાજી થાય છે. આ જ્ઞાન થી ઉત્કૃષ્ટાએ ૯૦૦ ભવ જોઈ શકાય છે.
શ્રુતજ્ઞાન:- ચિન્હો મુદ્રાઓ, ભાષા, શબ્દો, લેખન, મુદ્રા,ઈશારાઓ આદિ પર અધારિત જ્ઞાન. શ્રુત જ્ઞાન ના ૧૪ પ્રકાર છે.
અવધિજ્ઞાન :- ઈંદ્રિયના ઉપયોગ વિના પ્રાપ્ત થતું દૂરની વસ્તુ જણાવતું ભૌતિક વસ્તુ સંબંધીત ગહન જ્ઞાન. તીર્થંકરો, દેવતાઓ અને નારકી - આ ત્રણેય ને જન્મતાંની સાથે જ અવધિજ્ઞાન હોય છે. મનુષ્યો અને તિર્યંચોને આ જ્ઞાન કર્મોના ક્ષયોપશમ થી થાય છે. આ જ્ઞાનના ત્રણ પ્રકાર છે.
  • દેશાવધિ જ્ઞાન :- આ જ્ઞાન મનુષ્ય,દેવ,તીર્યંચ,નારકી એમ ચારેય જીવોને હોઈ શકે છે. દેવ અને નારકીને પ્રાપ્ત થયેલું આ જ્ઞાન 'ભાવ પ્રત્યય' કહે છે. મનુષ્ય અને તીર્યંચને  પ્રાપ્ત થયેલું આ જ્ઞાન 'ગુણ પ્રત્યય' કહે છે.
  • પરમાવધિ જ્ઞાન :- આ જ્ઞાન ફકત સંયમી મનુષ્ય આત્માને જ પ્રાપ્ત થાય છે.
  • સર્વાવધિ જ્ઞાન :- આ જ્ઞાન ફકત સંયમી મનુષ્ય આત્માને જ પ્રાપ્ત થાય છે.

મનઃપર્યવજ્ઞાન:- ઈંદ્રિયના ઉપયોગ વિના અન્યના મનની વાત , વિચારો આદિની જાણ આપતું ગહન જ્ઞાન. આ જ્ઞાન ફક્ત ચરમ શરીરી આત્માને જ પ્રાપ્ત થાય છે.
કેવલજ્ઞાન:- સર્વ ઘાતિ કર્મોનો નાશ કરી આત્મા અમર્યાદિત, પૂર્ણ, સીધું સર્વજ્ઞ, સર્વોચ્ચ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.

તીર્થંકર પરમાત્માએ જણાવ્યું છે કે દરેક જીવના જ્ઞાનાવરણીય કર્મો પ્રમાણે તેને જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. જે જીવના જ્ઞાનાવરણીય કર્મો હળવા હશે તેને જ્ઞાન જલ્દીથી પ્રાપ્ત થાય છે અને જ્ઞાની આત્મા બને છે અને જે જીવના જ્ઞાનાવરણીય કર્મો ભારે હશે તે આત્મા સંસારમાં મૂર્ખ બને છે. આ સમજવા માટે જ્ઞાની ભગવંતોએ દર્શાવેલું  વરદત્ત અને ગુણમંજરીનું દ્રષ્ટાંત શ્રેષ્ઠ છે.

માટે જ્ઞાનની દરરોજ થઇ શકે તેવી આરાધના આપણે શક્ય બને તો જીવનમાં અપનાવીએ / બીજાને પ્રેરિત કરીએ અને જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમ દ્વારા પરંપરાએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિપુરીના વાસી બનીએ.

જ્ઞાનના પાંચ ખમાસમણા

મતિજ્ઞાન:-
સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાન પ્રકાશ.
પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ.
શ્રી મતિજ્ઞાનાય નમઃ બોલીને એક ખમાસમણુ આપવું.
શ્રુતજ્ઞાન:- 
પવયણ શ્રુત સિધ્ધાંત તે, આગમ સમય વખાણ.
પૂજો બહુવિધરાગથી, ચરણકમલ ચિત્ત આણ.
શ્રી શ્રુતજ્ઞાનાય નમઃ બોલીને એક ખમાસમણુ આપવું.
અવધિજ્ઞાન :-
ઉપન્યો અવધિજ્ઞાનનો, ગુણ જેહને અવિકાર.
વંદના તેહને માહરી, શ્વાસમાંહે સો વાર.
શ્રી અવધિજ્ઞાનાય નમઃ બોલીને એક ખમાસમણુ આપવું.
મનઃપર્યવજ્ઞાન:-
એહ ગુણ જેહને ઉપન્યો, સર્વવિરતી ગુણઠાણ.
પ્રણમું હિતથી તેહના, ચરણકમલ  ચિત્ત આણ.
શ્રી મનઃપર્યવજ્ઞાનાય નમઃ બોલીને એક ખમાસમણુ આપવું.
કેવલજ્ઞાન:-
કેવલ દર્શન નાણનો, ચિદાનંદ ઘન તેજ.
જ્ઞાનપંચમી દિન પૂજીએ, વિજય લક્ષ્મી શુભહેજ.
શ્રી કેવલજ્ઞાનાય નમઃ બોલીને એક ખમાસમણુ આપવું.

જ્ઞાનનો કાઉસગ્ગ કરવાની વિધિ :-

ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!
શ્રી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન આરાધનાથઁ કાઉસગ્ગ કરું?
ઈચ્છમ્. શ્રી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન આરાધનાથઁ કરેમિ કાઉસગ્ગં. વંદણવત્તીયાએ....અન્નત્થ...જાવ અરિહંતાણં....બોલી 51 અથવાલોગ્ગસ(ચંદેસુ નિમ્મલયરા સુધી)નો કાઉસગ્ગ કરી નમો અરિહંતાણં બોલી પ્રગટ લોગ્ગસ કહેવો.

જ્ઞાનની સ્તુતિઓ:- 

નિવ્વણમગ્ગે વરજાણકપ્પં, પણાસિયાસેસ-કુવાઈદપ્પં,
મયં જિણાણં, સરણં બુહાણં, નમામિ નિચ્ચં તિજગપ્પહાણં..............1

બોધાગાધં, સુપદપદવીનીરપૂરાભીરામં,
જીવાહિંસા - વિરલ - લહરી સંગમાગાહદેહં,
સારં વીરાગમજલનિધિં સાદરં સાધુ સેવે....................................2

અર્હદવક્ત્રપ્રસૂતં ગણધરરચિતં દ્વાદશાગં વિશાલં,
ચિત્રંબહ્વર્થયુક્તં મુનિગણવૃષભૈ-ર્ધારિતં બુદ્ધિમદ્ ભિઃ।
મોક્ષાગ્રદ્વારભૂતં, વ્રતચરણફલં, જ્ઞેયભાવપ્રદીપં,
ભક્ત્યા નિત્યં પ્રપદ્યે, શ્રુતમહમખિલં, સર્વલોકૈકસારં........................3

જિન જોજન ભૂમિ, વાણીનો વિસ્તાર,
પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર,
સો આગમ સુણતાં, છેદીજે ગતિ ચાર,
પ્રભુ વચન વખાણી, લીજે ભવનો પાર.........................................4 
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger